છાયા-વલય
છાયા-વલય

1 min

23.1K
પડછાયાના ત્રણ ભાગ અજબ કર્યા
પ્રકાશના કિરણ જયારે આવી સર્યા
એકલ દોકલ કોઈ ચીજ ઉપર ખર્યા
પડછાયા બની જ્યાં એકમેકને વર્યા
ગૂઢ અંધારું કેન્દ્રમાં પદાર્થ પડછાયા
પરિઘમાં છવાય છે આછી ઉપછાયા
પડછાયા ઉપછાયા બંને રહ્યા દોસ્ત
અંધકારમાં બંને બનતા જમીનદોસ્ત
છાયા-વલય વસતું છેક સામે છેવાડે
કંકણાકૃતિ વલય દ્રશ્યમાન રજવાડે
પડછાયાના ત્રણ ભાગ અજબ કર્યા
તિમિરમાં પ્રકાશી માનવ મન હર્યા