STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

ચૈત્રી બીજું નોરતું

ચૈત્રી બીજું નોરતું

1 min
162

આજે ચૈત્રીનો બીજો થયો ઉપવાસ રે,

દેવીનું તેજસ્વી મુખડું કેવું ઝળહળે રે,


ચૈત્રી નવરાત્રીનાં નોરતાંમાં દેવીઓ ઘૂમે રે,

એવાં નવદુર્ગા આકાશમાં સખીઓ સાથે રમે રે,


અંબા, બહુચર, ચેહર માઁ કેવાં ગરબે રમે રે,

એવો ગરબો જોઈને ભક્તો રાજી રાજી થાય રે,


ભાવનાભર્યા ઉમંગે નવદુર્ગાની તાળી પાડે રે,

ગોરના કૂવે સૌ દેવીઓ સંતાકૂકડી રમે રે,


એ હાલો માનવીયુ દર્શન કરવા જઈએ રે,

દેવીનાં દર્શન કરવાથી મનડું હરખાઈ રે.


સામગ્રીને રેટ આપો
લોગિન