ચાર ખાનાના હૃદય
ચાર ખાનાના હૃદય
1 min
336
ચાર ખાનાના હૃદયમાં
છે રહસ્ય જીવન મરણનું,
શિરા અને ધમનીની જબરદસ્ત,
છે ભાગીદારી આ હૃદયમાં,
કર્ણ અને ક્ષેપક વચ્ચે,
છે સમજદારી આ હૃદયમાં,
પ્રેમના તત્વને સાચવવાની
છે અદાકારી આ હૃદયમાં,
કર્મની ગતિમાં ચાલવાની
છે જવાબદારી આ હૃદયમાં,
સિલક પૂરી થાય શ્વાસોની તો
છે જવાબદારી આ હૃદયમાં !