Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

ચાંદ

ચાંદ

1 min
305


ચિંતાના ઉમટેલા વાદળો વચ્ચે તું ઘેરાયેલો ચાંદ છે,
ને કોણ જાણે આજે તારા ચહેરા ઉપર શાનો વિષાદ છે !

નભપત્ર ઉપર સૂચવે છે શું ? આજે સર્વે સિતારાઓ,
મને લાગે છે કે ચાંદની જ કોઈ ચમકતી ફરિયાદ છે !

નિસ્તેજ વદન, ઉદાસ ભાવ વચ્ચે એક હલકું ધૂંધલકું,
નક્કી મારા જેવા જ કોઈ ઘાયલ કવિનો આ ખ્વાબ છે !

શું થાત ખુદા, એ મરીઝ-એ-ઈશ્કનું જો ચાંદ જ ન હોત તો,
તું જ તો પાગલ પ્રેમીઓના દર્દ એ દિલનો એક રૂઆબ છે !

ઈંતજારની હદ પછી તું આવ કે ન આવ મરજી તારી,
મહોબ્બતમાં હવે જીવું કે મરૂં એવો ક્યાં કોઈ સવાલ છે !

એક 'પરમ' તડપ લઈ તડપું ન જાણે કેટલા જન્મોથી,
હર યુગે એકાંતના રણમાં મારો આમ જ 'પાગલ' પડાવ છે !


Rate this content
Log in