ચાલ જીવી લઈએ
ચાલ જીવી લઈએ


યાદ છે તને એ દરિયાકિનારાની સાંજ,
એ જ હું ને તું સાથે ઉભરાતા શ્વાસ,
હિલોળે ચડેલ હૈયું ને નીતરતો પ્રેમ,
એ જ સાંજ ચાલ ફરી જીવી લઈએ.
આવને ફરી એ જિંદગી જીવી લઈએ,
આવ તો એકવાર તું હાથ ધરું લે તને,
ખૂબ તરસી વિરહમાં વાલમ તુજવીના,
એકએક ક્ષણ તારી હવે મારી હું કરું
ને બસ પ્રેમ પ્રેમ ને માત્ર તને જ પ્રેમ કરું.
સ્નેહની સુવાસ આખા સાગર ભીતર મ્હેકે,
પગને સ્પર્શી રેતનું કણકણ જો શરમે છલકે !
જળ જેવો ઊંડો ને વિશાળ આપણો સંસાર
સામે નીરખે તું ક્ષિતિજ એ જિંદગીનો સાર.
ચાલ જો ને સમુદ્ર કેવો હિલોળે ચઢ્યો છે ?
હેતા જઈએ એ સલામત સ્પર્શના પ્રવાહે
ઊંડે સુધી એકાકાર થઈ લાગણીઓ લાવીએ,
પવિત્ર સંધ્યાની વેળાએ હૂંફ માત્ર માંગીએ.
બેફિકર થાઉં આજ હું દુનિયાના બંધને,
બંધન એક તારા મારા સબંધનું હું ચાહું,
દુઃખ દર્દ તકલીફ વેદનાના હલેસા લેતી જિંદગી
ઓટ ન આવે બસ કદી આપણા સુખી સંસારમાં.
હાથ નહિ હૈયાને પણ ઝાલ્યું છે વાલમ તે,
એ પકડમાં સ્નેહ, સુખ,સલામતી અર્પી છે તે,
કમજોર છું હું હાથ તું જકડી રાખજે,
થાવ હું બેચેન તો સંભાળી તું લેજે.
ઉંમરના બંધન તોડીને હું આવીશ,
આખરી શ્વાસ સુધી તું ચાહી લેજે,
બસ પ્રેમ, પ્રેમ ને માત્ર પ્રેમ કરી લેજે.