ચા
ચા
1 min
13.9K
રાતની સુસ્તીને વિદારે છે 'ચા'
બ્રશ પછી તરત સંભારે છે 'ચા'
દ્રોણાચલની સંજીવની છે એ,
સવારે શક્તિને સંચારે છે 'ચા'.
માફક,તેજ,ગળ્યી કે મોળી,
આમ જુદાજુદા પ્રકારે છે 'ચા'.
દોસ્તીમાં એ સહાયક બનતી,
બગડેલા સંબંધ સુધારે છે ' ચા '.
મહેમાનગતિનું માનીતું પીણું,
કડકડતી ભૂખને મારે છે ' ચા'.
વ્યસન એનું સહજ થૈ જતું,
એસિડિટીને આવકારે છે 'ચા'.
કંટાળો કે બોજ હોય કામનો,
શિરદર્દને હંમેશાં વિદારે છે 'ચા'.
કલિયુગમાં તો દેવી જ સમજો,
કદી જમવામાં સથવારે છે 'ચા'.
