બુદ્ધિજીવી અને કુદરત
બુદ્ધિજીવી અને કુદરત

1 min

242
બુદ્ધિજીવીઓની બુદ્ધિનો ખેલ,
ખોટા અહમમાં એ થયો ગાફેલ,
ઉત્તરોત્તર પ્રગતિ કરતો જાય,
મહાસત્તા બનવાની અહીં હોડ બહુ થાય,
માનવતાની ય કરી હદ પાર ત્યાંય,
મૂક નિર્દોષ પ્રાણીઓની કરી હત્યાય !
સમયથી ય વેંત ઉંચા ચાલવાની હામ,
સર્વોપરી બનવા કિધા અખતરા તમામ !
જૈવિક હથિયારો થકી સર કરવી'તી દુનિયાય!
નથી એને કુદરતી શક્તિની કલ્પનાય !
કોરોનાએ આજ વર્તાવ્યો કાળો કેર,
આનંદે વિહરે પશુ-પંખીઓને
માનવી પૂરાયો ઘેર !
લીલા આ કુદરતની એમ કંઈ કળાય ?
સમય છે સૌથી બળવાન,
એને હંફાવવાની લ્હાયમાં ફેંકાઈ જવાય ક્યાંય !