બટન
બટન
1 min
12.1K
આમ તો કામ જ અમારું જોડવાનું,
કરી નાખું ક્યારેક કંઈક તોડવાનું.
જોડીયે પહેરણ લાંબી એની બાંય,
ચૂંટણીમાં હારેલાની રાહ લંબાય.
બોરિયું નાનું તે જોડે પાટલુન મોટા,
મતદાનમાં પકડી પાડું નેતા ખોટા.
ટેણીયા ડોરણું ભલે રહ્યા નાનકડાં,
ડગલાં ડગલી લાગે બટને રૂપકડાં.
બને બુતાન પ્લાસ્ટિક ચાંદી કપડાં,
રસ્તે તૂટે તો સાફ થઇ જાય સૂપડા.
આમ તો કામ જ અમારું જોડવાનું,
બોરણું બટન યંત્રમાં માથું ફોડવાનું.
