STORYMIRROR

Mahendra Rathod

Others

3  

Mahendra Rathod

Others

બપોર

બપોર

1 min
4.3K


એકલવાયું આભલું દેખાય કોરું ધાક્કોર,

દઝાડે ભીતરની દીનતા ને બાળે બળતો બપોર.


વાયરો પણ વિસરીને ભુલ્યો છે વીંજાવાનું,

એકલવાયી અવની અટવાણી છે ચારેકોર.


ક્યાંક રૂની પૂણી સમ ડોકાતી કોક વાદળી,

ગુંજે કુંજ, થાય કલરવ ને નાચી ઉઠે મનમોર.


શેરીઓ ને વગડાઓની લૂંટાઈ ગઈ છે વાચા,

તડકો એવો કારમો કે વિસરાયો શોરબકોર.


ધખતો એવો તડકો આ ડીલ તો તાઢક ગોતે,

મીટ માંડી જોયા કરે ક્યાંથી થાય ઘનઘોર.


એકલવાયું આભલું દેખાય કોરું ધાક્કોર,

દઝાડે ભીતરની દીનતા ને બાળે બળતો બપોર.


Rate this content
Log in