STORYMIRROR

BINAL PATEL

Others

3  

BINAL PATEL

Others

બોટલની બબાલ

બોટલની બબાલ

1 min
358

કોયલનો સ્વર સુંવાળો લાગે,

ને મોરનો ટહુકો પ્યારો લાગે,

 કાગડો જો કાંઈ કલબલાટ કરે,

તો કોઈ સહે ક્યાં સુધી ?


સાચું-ખોટું જાણે સહુ,

સમય સાથે સરકે સહુ,

 જાણી જોઈ જૂઠ બોલે,

એને સમજાવે કોણ ?


બચપણની નાની આદત માસુમ લાગે,

 યુવાનીમાં હર કામમાં સુકુન લાગે,

 જવાનીમાં પ્રેમની મોસમ ભરપૂર લાગે,

 પ્રેમ પ્રેમ કરતા પીડા સહે, એની દાવો કરે કોણ ?


 પીડા પુરવા પીતો થાય,

ને પત્નીથી બીતો થાય,

પીતા-પીતા ભૂલે ભાન,

ને ના કરવાના કરે કામ.


નશીલી હાલતે હરખાતો જાય,

ને કીચડમાં બસ ફસાતો જાય

આવે સમયે કીચડમાં પગ પેસારે કોણ ?

  

 સમયે આપ્યું શાણપણ,

ને પ્રભુએ આપી બુદ્ધિ,

બુદ્ધિએ આપ્યું ધન,

ને ધને આપી પ્રસિદ્ધિ.


પ્રસિદ્ધિ સાથે આવ્યો અહંકાર,

અહંકારે લીધો ભરડો,

સાચા-ખોટાનું ભૂલ્યા ભાન,

ને એળે ગઈ સઘળી શાન,

શાનને ઠેકાણે લાવે કોણ ?


સાચું ખોયું ને સઘળું છોડ્યું,

આ નશાએ તો આખું જીવન ડોહળ્યું,

સાચા-સગા ને સંબંધી સહુ કોઈ સામે નામ ડુબોળ્યું,


સમય જતા આવ્યું ભાન,

ત્યારે ના રહી સઘળી શાન,

જીવન ખોયું આ બોટલની સાથ,

ના રહ્યો પરિવારનો સાથ,

બોટલ કાઢ્યો સઘળો કસ,

જિંદગી પરથી ઉઠ્યો રસ.

 

બોટલ બોલી બરાડા પાડી, 

અરે! સંભાળ ઓ... ઓ.... નશીલા નબીરા,

તરસ તારી, ઈચ્છા તારી, પીવાનું તારે, ઝુમવાનું તારે,

ચડે નશો નશીલો, એમાં તું વાંક કાઢે મારો ?


ચાલ જા,

આવા બેવડાને સમજાવે કોણ???

શું કહેશો ?ખરું ને ?


Rate this content
Log in