બંસરી.
બંસરી.
1 min
27.9K
બંસરી માધવ તારું હથિયાર,
કરતી ઉર પર કેવા એ પ્રહાર.
વાંસળીના સૂરે ગોપીઓ જાગે,
હરાયેલાં મનને કેવું કેવું લાગે !
વિહ્વળતામાં લાગે જીવનસાર,
બંસરી માધવ તારું હથિયાર,
સૂર સપ્તક જાણે કર્ણસિંગાર,
રાધાને મન સફળ થયો સંસાર,
ભૂલી ગોપી ગૃહકામને ભરથાર,
બંસરી માધવ તારું હથિયાર,
રાધાને પ્રિયતમ કૃષ્ણ કિરતાર,
મોરલીના નાદથી ઉર રણકાર,
સર્વસ્વ હારી એ બરસાના નાર,
બંસરી માધવ તારું હથિયાર.
