બને એવું ગઝલો મારી ક્યાંયે
બને એવું ગઝલો મારી ક્યાંયે
1 min
213
બને એવું, ગઝલો મારી, ક્યાંયે પંકાશે નહીં
હા ! એ સાચું છે, કૈં ગઝલો વંચાશે નહીં,
શબ્દે શબ્દે, નીતરતી હશે, વાતો દિલની
થોડા શબ્દોથી, લોકોને, જીતાશે નહીં,
વ્હેતી સરિતા, માર્ગ બદલે, વારી એક છે
ગઝલે, જુદા શબ્દો, ભાવો બદલાશે નહીં,
કવિ સંમેલનો ગુંજે કવિતા ગઝલનાં ભાવથી
પરંપરા ક્યારે અવની પર તો અટકશે નહીં,
શબ્દોની આ દુનિયા, શાયર, કવિ, હસતા મળે
ભાષાનો, આ સાગર, ક્યારે શાંત થશે નહીં.
