બંધ આંખો જ પણ ઘણું બધું કહી જશે
બંધ આંખો જ પણ ઘણું બધું કહી જશે
1 min
276
બંધ આંખો જ પણ ઘણું બધું કહી જશે
ખોલશો આંખો તો સઘળું વિસરાઈ જશે,
શબ્દોમાં હોય છે તાકાત મૌન રહેવાની
મૌનને ખોલશો તો સઘળું વેરાઈ જશે,
સમંદરમાં તો છે તાકાત જળ રાશીની
તાકાતને નાથશો, કિનારા ભૂંસાઈ જશે,
સુરજની છે, તાકાત ઉષ્મા ઊર્જા તણી તો
ઊર્જા ને માપશો જગત ઓલવાઈ જશે,
શીતળતા, માણશો ચંદ્રની તારલા ભરી
જગ ચંદ્રની ચાંદનીમાં સમેટાઈ જશે.
