બજાર
બજાર
1 min
22.5K
ઉભરાતા દિવસે માણસોના ટોળે ટોળા,
ભાવ જોઈને લાગે પડ્યા જરાક મોળા.
નીકળ્યા નગરજન બજારે કરવા હટાણું,
હાટમાં પોકારતા વેપારી કે ગાતા ફટાણું.
રંગીન લટકે નાના મોટા સૌ માટે ડગલા,
મૂંઝાય લેનાર જોઈને માલના બે ઢગલા.
આવકારે વેચનાર એટલો બધો હરખે,
ગામમાં આવકારો આપ્યો કોઈએ રખે.
થાક્યા કરીને ચીજ વસ્તુનાં ભાવતાલ,
બેઉના મગજ થઇ જાય દુકાને બેતાલ.
ઘરાક માંગી લ્યે થોડું ઘણું પણ ઉધાર,
વેપારી વેંચવું હોય પણ લાગે નિરાધાર.
ઉભરાતા દિવસે માણસોના ટોળે ટોળા,
વેંચનાર લેનાર માને એકબીજાને ભોળા.