ભય
ભય

1 min

230
ભૂતકાળના ભમરડામાં ફરવા ક્યાં લાગ્યા !
વર્તમાનની વાણી તમે સાંભળવા લાગ્યા,
ભવિષ્યના ભારથી તમે કેમ ડરવા લાગ્યા ?
ગોળાકાર આ જીવન-ચક્રમાં બેસીને,
તમે હવે ફરવા લાગ્યા,
શું લાવ્યા ને શું લઇ જશો 'વ્હાલા' !
ખાખ થવા જ તો આવ્યા છો અહીં,
પછી, રાખથી કાં ડરવા લાગ્યા ?'