ભૂખ
ભૂખ
1 min
158
જઠરાગ્નિ જયારે જાગે,
ભૂખ એવી કકડીને લાગે ,
ને પછી ખાવાનું માંગે,
ઘડીક વાર ભૂખ ભાંગે.
કાંઈક પેટમાં પડે રાગે,
કાંડે ગમે એટલા વાગે,
તોય પાછી કકડીને લાગે,
ભૂખ ગમે એવી લાગે.
એ તો રાત દી જાગે,
ભૂખ ગમે એવી વાગે,
ક્યારેય પાટો ના માંગે,
વળી બીવે ના ડાંગે.
એને શરમ ના ફાગે,
ખાય જાણે ડાળ કાગે,
બગ જેમ ઉભે એક ટાંગે,
પછી જાજુ ખાવાનું માંગે.
ખાવ એટલે ભૂખ ભાંગે ,
ખાલી પેટ ઉભે ખાંગે,
જઠરાગ્નિ જયારે જાગે,
ખાવ એટલે ભૂખ ભાગે.