STORYMIRROR

Shaurya Parmar

Others Tragedy

3  

Shaurya Parmar

Others Tragedy

ભરોસો

ભરોસો

1 min
26.9K


હવે કોણ ભરોસો કરશે શૌર્ય પર ?

જેણે સગી મા ને દાહ આપ્યો હતો,


એની સજા પણ શું હશે ઉપર,

ફક્ત નરકનો વિકલ્પ રાખ્યો હતો,


ગુનો શું હતો,જો પૂછે કોઈ નરક પર ?

કહું કે, બાળવાનો નિયમ રાખ્યો હતો,


જીવ લીધો એમા નામ હતું ઈશ્વર,

કારણ વિના મને પાપમાં નાખ્યો હતો,


ભલે નરક છે,આનંદ છે મિત્ર ખરેખર,

સ્વર્ગમાંય રૂપિયાનો રિવાજ રાખ્યો હતો,


મફત કંઈક તો મળ્યું,શું કરત નહીંતર?

ધરા પર ક્યાં,વૈભવનો સ્વાદ ચાખ્યો હતો,


દોસ્ત,તું પણ ના કરીશ ભરોસો મુજ પર,

આજ હાથે સગી મા ને દાહ આપ્યો હતો.


Rate this content
Log in