ભ્રમણા રહેવા દે
ભ્રમણા રહેવા દે
1 min
26.5K
અન્ય ને જાણવાની ભ્રમણા રહેવા દે ,
તું ખુદનેજ ક્યાં હજી જાણી શક્યો છે ?
જીવનભર બેસી રહ્યો શાળા ની પાટલી પર ,
શિક્ષણ બહાર ઉભું મારી રાહ જોતું રહ્યું
ચાલો દુઆ માંગીએ એક એવા જહાં ને માટે,
હાથ ઉઠે તો પણ અન્ય ને ઉઠાવવા માટે
આજે એક જૂની હવેલી વેચાય ગઈ,
લોહી ની ફી ચેક થી અપાઈ ગઈ
ચાલતો રહે મુસાફર,
મંઝિલ મળે કે ન મળે
તને ચાલતો નિહાળી 'ગાફિલ'
કેટલાયે મંઝિલે પહોંચ્યા છે
સંબંધો ના કોઈ ત્રાજવા નથી હોતા,
કોણ આપે કેટલું એવા હિસાબો નથી હોતા,
માનો તો શક્ય ,ન માનો તો અશક્ય,
લાગણીઓના કશે પુરાવાઓ નથી હોતા
વાદળો ના આકારો માં એટલુંજ સમજાય છે
જેવા જેના વિચારો એવુજ દેખાય છે
