ભોમિયો
ભોમિયો
1 min
11.5K
ભોમિયો થઈ ભમવું છે મારે
મસમોટા બગીચાઓ ને મળવું છે મારે,
તેમને મળીને પૂછવું છે મારે
આ ઉગેલ રંગબેરંગી પુષ્પોના
રાઝ અને એમની સુગંધિતતાના રાઝને મારે,
ભોમિયો થઈ ભમવું છે મારે
તેમને મળીને પૂછવું છે મારે
ઊંચા ઊંચા ડુંગરાની માથે મળવું છે મારે,
તેમને મળીને પૂછવું છે મારે
આ મોટી મહાકાયતાનું રાઝ મારે
પૂછવું જ છે આ અડગતાનું રાઝ આજે,
ભોમિયો થઈ ભમવું છે મારે
ઊંડી ઊંડી ખીણોને ખૂંદવી છે મારે,
તેમને મળીને પૂછવું છે મારે
મળતાં મોંઘાદાટ સોનારૂપાના રાઝ મારે
પૂછવું જ છે આજે એમના વર્ણના રાઝને મારે.