STORYMIRROR

Chaitanya Joshi

Others

3  

Chaitanya Joshi

Others

ભક્તિ

ભક્તિ

1 min
14.4K


હરિનું મન હરી લ્યે એ ભક્તિ સાચી,

અંતરે એને ભરી લ્યે એ ભક્તિ સાચી.


સ્વાર્થમાત્ર ન હોય જેના વર્તનમાં કદી,

યાદ શ્વાસે ધરી લ્યે એ ભક્તિ સાચી.


વિયોગ લાગે જેને વસમો હરિનો સદા,

ભરવસંતે ખરી લ્યે એની ભક્તિ સાચી.


ના રહે વૈર કે વૈમનસ્ય જેના આચારે,

જીવમાત્રને મળી લ્યે એની ભક્તિ સાચી.


પ્રારબ્ધ પહેલાં જે ભવનું ભાથુ બાંધે,

કરવાનું જે કરી લ્યે એની ભક્તિ સાચી.


Rate this content
Log in