STORYMIRROR

આધ્યાત્મિક ભજન પ્રાર્થના

Others

0  

આધ્યાત્મિક ભજન પ્રાર્થના

Others

ભજન થકી ભવને તરી જઇએ

ભજન થકી ભવને તરી જઇએ

1 min
346


ભજન થકી ભવને તરી જઇએ રે.

મનહરની સાથે પ્રેમે મળી જઇએ રે ... ભજન થકી.

નાખીને જાળ, મારે સર્વેને કાળ આ,

રંક રાય રાજ કોઇ એથી બચે જ ના,

ભજન કરીને મારી એને દઇએ રે ... ભજન થકી.

રામ રામ શ્યામ કે કાલિ ઉચ્ચારતાં,

ચપટી વગાડી ચાર એ પામી લઇએ રે ... ભજન થકી.

નાસે જાયે તમામ સંકટ અમારાં,

કલ્પતરુ છાયાને પામી લઇએ રે ... ભજન થકી.

આશા કયી અમારી પૂરી થશે નહીં,

ચિંતામણી છે નામ, પામી લઇએ ... ભજન થકી.

પરવા ના ઇન્દ્ર તણી મુક્તિ કુબેરની,

પ્રેમ બનીને પ્રેમ પામી જઇએ રે ... ભજન થકી.

અમૃતના આ તો ઊડે ફવારા,

ન્હાઇ ન્હાઇને રસ માણી લઇએ રે ... ભજન થકી.

મનના તો મેલ મટે તનની સુધી નહીં,

તુંહિ તુંહિની રટ રટી લઇએ રે ... ભજન થકી.

ગોપી નારદ શુક રાધા તરી ગયાં,

તેમાંથી એક કોઇ બની જઇએ રે ... ભજન થકી.

જન્મી તણખલાની જેવાં મરી જતાં,

‘પાગલ’ જેવા અમર બની જઇએ રે ... ભજન થકી.

મનહરને મન ચાલો દઇ દઇએ રે ... ભજન થકી.


Rate this content
Log in