ભારત
ભારત
1 min
303
ભડવીરોના ભવની ભાંગે ભૂખ ભારત,
સુખનો સાગર સર્જ્યો સર્જનહારે,
હિમાલયથી હેઠે હિંદ-મહાસાગરના હિલોળે,
નભની નીચે નાનામોટા નાચે,
અજબગજબના અબજ અંહીના આંગણે,
દુનિયાભરની દોલત દેખી દુનિયા દિલથી દાઝે,
ખેડુત ખેડે ખંતથી ખેતી ખોબે ખોબે ખવડાવે,
રાજ રામનું રોજ રમતા રાસગરબે રંક ને રાય,
કર્તવ્ય કર્મવીર ક્રુષ્ણનુ કંડારે કર કમળથી,
ગાન ગાંધીનું ગુંજે ગામે ગામ ને ગલી ગલી,
ભારત ભાગ્ય ભરેલું ભામાશાથી ભરપૂર,
ભડવીરોના ભવની ભાંગે ભૂખ ભારત.
