Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dhanjibhai gadhiya "murali"

Inspirational

4  

Dhanjibhai gadhiya "murali"

Inspirational

ભાઈ બીજની ઉજવણી

ભાઈ બીજની ઉજવણી

1 min
251


ધર અને આંગણની સજાવટ કરીને,

સુંદર વસ્ત્રોને ધારણ કરીશ હું,

સુગંધિત ધૂપ અને દિપકો પ્રગટાવીને,

દ્વારે ઉભીને ભાઈની વાટ જોઈશ હું.


કુંમ કુંમ અક્ષતની થાળી સજાવીને,

પૂષ્પોની માળા તૈયાર કરીશ હું,

અધરોથી મધુર સ્મિત ફરકાવીને,

ભાઈનું ઉમળકાથી સ્વાગત કરીશ હું.


બાળપણના મધુર સ્મરણો યાદ કરીને,

હર્ષના અશ્રુઓને વહાવીશ હું,

હ્રદયની લાગણીથી આસને બેસાડીને,

ભાઈના શીરે કુંમ કુંમનું તિલક કરીશ હું.


સ્વાદિષ્ટ ભોજનની સામગ્રી લાવીને,

પ્રેમ પૂર્વક ભોજન તૈયાર કરીશ હું,

મારા હાથે ભાઈને પ્રેમથી જમાડીને,

ભાઈ પાસેથી આશિર્વાદ પ્રાપ્ત કરીશ હું.


અતિ આનંદ પૂર્વક ભાઈને ભેટીને,

સ્નેહનો તંતુ મજબૂત કરીશ હું,

ભવો ભવ આવો ભાઈ મળે "મુરલી"ને, 

તેવા સંકલ્પથી ભાઈ બીજ ઉજવીશ હું.


Rate this content
Log in