STORYMIRROR

Chaitanya Joshi

Others

3  

Chaitanya Joshi

Others

બેરોજગારી

બેરોજગારી

1 min
27.4K


એક યુવાન રસ્તે ઊભો ઊભો પોકારે,

'મને કોઈ આપો, મને કોઈ આપો.'

દયા લાવી ફેંકે કોઈ પૈસા છૂટા,

કોઈ પૂછે : "જોઈએ જમવાનું તારે ?"

કાંઈ ના સ્વીકારે, ભણે નનૈયો.


મેલાં ઘેલાં કપડાં એનાને વધતી દાઢી,

કોઈ ગરીબના દીદાર એના,

શેઠ જેવા એક માણસે પૂછયું,

'આખરે શું જોઈએ છે તારે ?'

ને દીન વચન લાવી મુખેથી ઉચ્ચરે:


"નથી હું કોઈ ભિખારી કે,

વગર મહેનતનું સ્વીકારું !

મારે જોઈને 'નોકરી'

શું આપશો તમે ?"


શેઠ સમા સજ્જન ત્યાં બોલ્યા,

"અલ્યા, શું છે તારું ભણતર ?"

કચવાતે હૈયે ફટાક દૈને,

એ બતાવે ઉપાધિ,

પી.એચ.ડી !


Rate this content
Log in