બદલાયું પૃથ્વીનું સ્વરૂપ
બદલાયું પૃથ્વીનું સ્વરૂપ
કોરોના એ બદલ્યું પૃથ્વીનું સ્વરૂપ
બ્રહ્માજીની વિચાર આવ્યો નારદને બોલાવ્યા જી,
જાવ પૃથ્વી પર સેર કરવા જાણો હાલત કેવી જી,
આવી નારદ બોલ્યા કે શું કહું બ્રહ્માજી,
પૃથ્વી પર તો સ્વર્ગ બન્યું છે કોરોના આવ્યાં પછી જી,
માતા-પિતા ભાઈ-બહેન હળી-મળીને રહેતા જી,
પરિવારમાં પ્રેમ લાગણી ખીલી ને ઊઠ્યા જી,
ભાઈ ભાઈ ને મિત્રોમાં વેરભાવ ભાંગ્યા જી,
અમીર ગરીબ ને નાત-જાતનાં ભેદ છે ભૂલાયા જી,
સ્વચ્છતા ને ચોખ્ખાઈનાં પાઠ સાચા ભણ્યા જી,
નદી તળાવ ને ઘરનાં આંગણ સાફ સુથરા કર્યા જી,
કેદીની હાલત સમજતાં પંખીને ઊડતાં મૂક્યાં જી,
પશુ પ્રાણીનો હાલ સમજતાં મિત્રાચારી કેળવી જી,
બેન દીકરી ને માતા સમજી આદરથી જોવાય જી,
જોઈ દુનિયાની સુંદરતા મન મારું હરખાય જી,
રૂપ પૃથ્વીનું જોઈને ચૌદલોક ભૂલાય જી.
