બદલાયો સમય, બદલાયા વર્તન
બદલાયો સમય, બદલાયા વર્તન
બદલાયો સમય બદલાયા વર્તન બદલાયું જીવન આખું,
બદલી ભાષા, બદલી વાણી, બદલાણી દુનિયા આખી,
પાણીનું વોટર થયું દૂધનું થયું મિલ્ક,
દિવાળીને બદલે આજે ક્રિસમસ ઉજવે સૌ,
ખાણું ગયું ભાણું ગયું આવ્યા લંચ ડિનર,
લાપસી કંસાર ને શીરો ગયા, આવ્યા પીઝા બર્ગર,
હાય હેલો ના હાહાકારમાં નમસ્તે ગયું ચવાઈ,
આવો આવો પધારોની આગતા ગઈ ભૂલાઈ,
અસલિયત છૂપાવા કાજે મહોરું નવું પહેરાય,
કામ કઢાવવા કાજે વાહ વાહ ખોટી કરાય,
ગીતો ગયા ભજન ગયા હાલરડા ને ફટાણાં ગયાં,
ફિલ્મી ગીતોની માયાજાળ ભક્તિને કચડી ગયાં,
દેશ બદલ્યાં વેશ બદલ્યાં સ્ત્રી-પુરુષનાં ભેદ બદલ્યાં,
નિત નવી ફેશન કરીને સંસ્કારો સારાં કચડાઈ ગયાં,
દૂધ, દહીં ને લસ્સી મૂકી દારૂની લતે ચડી ગયાં,
સંસ્કૃતિને નેવે મૂકીને વ્યભિચારે ચડી ગયાં,
કાકા મામા માસાને અંકલમાં સમાવી ગયાં,
માને મોમ ને બાપને ડેડ કહી સંસ્કૃતિ વિસરી ગયાં,
પરિવારો વિખરાયા ને ઉત્સવો ભૂલાઈ ગયાં,
કુટુંબો નાના થયાને વૃદ્ધાશ્રમો ઉભરાઈ ગયાં !
