STORYMIRROR

Pooja Kalsariya

Others

4  

Pooja Kalsariya

Others

બદલાય

બદલાય

1 min
254

ના શાયર, ના ગઝલ બદલાય, 

લખવા બેસું, ત્યાં શબ્દો બદલાય,


ના દરિયો, ના મોજાં બદલાય, 

લાગણીમાં ઓટ ને ભરતી બદલાય,


ના ચહેરો, ના યાદો બદલાય, 

સ્વપ્ન-મિલનમાં ફકત સ્થળ બદલાય,


ના બેવફાઈ, ના વફા બદલાય, 

હાસ્યમાં દર્દનો આકાર બદલાય,


ના દોસ્તી, ના દુશ્મની બદલાય, 

બેઠક પર ટોળીમાં બોલી બદલાય,


ના પુસ્તક, ના પાના, નાં ઓલો લેખક બદલાય

તો'પણ મજ઼બ પ્રમાણે માણસનો ખુદા બદલાય.


Rate this content
Log in