STORYMIRROR

Vrajlal Sapovadia

Others

4  

Vrajlal Sapovadia

Others

બદલાતી સંસ્કૃતિ

બદલાતી સંસ્કૃતિ

1 min
393

જ્યાં લુપ્ત થયા ભાર લાદી દોડતા વૈશાખનંદન,

સુષુપ્ત થઇ જનજાગૃતિ ને ગાંઠનું ગોપીચંદન,

ક્યાં ગયા એ ઝૂલ ઓઢી શોભતા બળદ ને ગાડા,

યંત્રના ગુલામ થયા પડ્યા રહેતા દિવસે ય આડા,

ઘેર ઘેર દૂઝતી ગાય હવે ભામ્ભરતી બંધ થઇ,

નેસડે વનરાજને પડકારતી ભેંસ હવે અંધ થઇ,

આંચળને દોહવાની હવે ખ્વાહિશ નથી રતિભર,

ક્ષીર તણા ધમધમતા ધંધા દિવસ ને રાતભર,


દોણી સંતાડવાની કોઈને જરૂર નથી છાશની,

ઘમ્મર વલોણાં ને પ્રભાતિયાં રાહ જુએ નવરાશની,

સોયા ને મઠડીનું દૂધ બને મિલમાં ને લાંબી લંગાર,

અમૃત મેલીને મારે હવે રોજ રોજ ખાવું ભંગાર,


ગુંજતા પનિહારી ગીત ને ભુલાયું માખણ ને કાન,   

વાડી ખેતર ને ગામ તણે ગોંદરે ક્યાં રહી છે જાન.


Rate this content
Log in