બદલાતી જીવનશૈલી
બદલાતી જીવનશૈલી
1 min
354
ફાસ્ટ જમાનામાં બદલાઈ રહી જીવનશૈલી,
ટેકનોલોજીનાં જમાનામાં મહેનત થઈ ઓછી.
પરિવાર એક સભ્યની આવક પર હવે ટકતો નથી,
ઝડપી જમાનામાં રસોઈ કરવાનો હવે સમય નથી.
વધતાં હોટેલ, રેસ્ટોરન્ટ કેછે કોઈની પાસે સમય નથી,
નોકરિયાત આધુનિક મમ્મીઓને બાળક માટે સમય નથી.
બંધ થયાં બાળકો માટે ઘરનાં નાસ્તા કેમકે ફુરસત નથી,
તૈયારનાં જમાનામાં નાસ્તાનાં પડિકાઓની હવે કમી નથી.
ઘરનાં રોટલા, ભાખરી, રોટલી બાળકોને પણ ભાવતા નથી,
બર્ગર, પીઝા, સેન્ડવીચને ફાસ્ટફૂડથી રોગોનો કોઈ પાર નથી.
