બદલાતાં સમયની નજાકતતા
બદલાતાં સમયની નજાકતતા


વધતા જાય છે વાહન અને વાહનોની ભરમાર છે
એમાં વળી માણસોના મગજ પર ઝડપનું ભૂત સવાર છે
વાઇરસની જેમ, માર્ગ અકસ્માત પણ છે મોટો પડકાર
સમયને અનુરુપ માર્ગ સુરક્ષાને અપનાવવામાં સાર છે
મોટા વાહનને આગળ જવા દેવામાં ભલીવાર છે
માનવ વિનાનું ફાટક એ બેધારી તલવાર છે
ડ્રાઇવીંગ સમયે મોબાઇલ એ આત્મહત્યાનું ઓજાર છે
ખોટી રીતનું ઓવરટેકીંગ એ અકસ્માતનું દ્વાર છે
જાહેર માર્ગ પરની હરીફાઇમાં હંમેશા હાર છે
ડ્રાઇવર હોય સગીર તો અકસ્માત ને ક્યાં વાર છે?
સમજી શકે જે સમયની નજાકતતા ને એ સમજદાર છે
માર્ગ સુરક્ષા એ સુખરૂપ મુસાફરીનો આધાર છે.