બાષ્પીભવન
બાષ્પીભવન


વાદળ પાછું ન આવ, વાયુનો વાદ કરીને.
ભલે જાવું પડે, તારે પહાડ ફરી ને.
બંધ છે નેટ, તાર, ટપાલ ને કાર્યાલય.
આજ અવરોધ આકાશમાં છે અંતરીક્ષનો.
મોકલવો મેસેજ કેમ પૃથ્વીના માનવીનો.
ઊભો પહાડ બહાનુ બતાવી વરસાદનો.
એવી જીદ ક્યાં છે જંગલની ?
મંગલ મંગલ રહે, જિંદગી પશુ-પક્ષીની,
જીવેને જીવવા દે,આ સમજ હો માનવની.
વરસાદ વાયડો થયો ને અહીં થંભી ગયો.
વાત પ્રદૂષણની પૃથ્વી પર ફેલાવી ગયો.
છોડો સમાધિ, નદી-સાગર, ચાલો પહાડ પર.
સ્વાર્થી માનવે રૂંધી, પ્રકૃતિને પૃથ્વી પર.
પ્રદૂષણે જમાવ્યો હક, આવી મહામારી વિશ્વ પર.
શુદ્ધ નહિ રહે, વાયુ, જલ, જંગલ આ સમય પર.
પ્રકૃતિ પ્રદૂષિત, પ્રદૂષિત સંસાર આ સૃષ્ટિ પર.
દર્દ દરિયામાં રાખવું, ક્યાં સુધી બાષ્પ કરીનેે,
નવસર્જન થાય, જૂનું "બાષ્પીભવન" થઈને.