બાપુ કહે
બાપુ કહે

1 min

297
કહે બાપુ સાંભળજો સૌ જનતા
રાખજો સૌમાં પ્રેમ ને મમતા,
ભગાડ્યા અંગ્રેજોને આ દેશમાંથી
ભગાડી જુઓ કૂડો કચરો તમે
છોડાવ્યો દેશને અંગ્રેજોથી મેં
છોડાવી જુઓ મોબાઈલના દૂરૂપયોગથી તમે,
સ્વદેશી અપનાવોના સંદેશ આપ્યા મેં
છોડી જુઓ કોકોકોલા ને પાર્લર તમે
ના ગાઓ ખાલી ભજન વૈષ્ણવજન
બની જુઓ તમે સાચા વૈષ્ણવજન,
સત્ય અહિંસા ચોરી કે સંગ્રહ ના કરવા
સાચી રીતે મને જન્મદિનની ભેટ દેવા
બુનિયાદી શિક્ષણના માર્ગ મેં બતાવ્યા
તમે કરી જુઓ વિરોધ અંગ્રેજી માધ્યમનો,
મળશે કન્યાઓને માન,સ્ત્રીઓને અધિકાર
ત્યારે જ થશે વિકસિત દેશનો જયજયકાર.