બાનું ધામ
બાનું ધામ
ન જોઈએ મારે રોકડ કે ઠામ,
આવું હું અહીં, અહીં છેે બાનુંં ધામ,
બાની સ્મૃતિ, બા ની ભક્તિ,
ખેંચી લાવે મને, બાનું નિષ્પક્ષ કામ,
આવું હું અહીં, અહીં છે બાનુંં ધામ,
હરવા-ફરવા નહી કે, નહીં જમવા,
મનથી મળવા માં ને, આવું હું ધામ,
મારે પણ ઘર છે, છે, જા, જા, ઘરકામ,
આવું હું અહીં, અહીં છે બાનુંં ધામ,
દિલને લાગે સારુ રે, મળી ભાઈ ભારું ને,
કાઢી જિંદગી આડધી, પામા, - પામું બધાને,
જાણું હું, જિંદગીની દોટ છે મૃત્યુ તરફ,
ખોફ નહીં મને મૃત્યુનો, પડે નહીં મને ફરક,
આવું હું અહીં, અહીં છે બાનુંં ધામ,
આવી અહીં, મન ને મળે આરામ,
વર્ષે એકવાર આવી અહીં, કરું રામ રામ,
આવું હું અહી, અહીં છે બાનુંં ધામ.
