બાળપણ
બાળપણ
આજ ફરી એ દિવસો યાદ આવી ગયા,
દફતરનો ભાર આજે ઓફીસ બેગ એ લઈ લીધો,
ઘરમાં પગ મુકતાં સાથે,
તુટેલી એ ઢીંગલી જયારે હાથમાં આવી,
ત્યારેએ બાળપણની તાજી યાદો લાવી.
મમ્મીની સાડી પહેરીને ટીચર બનવું,
તો કયારેક ડોક્ટર કે વકીલ બનવું,
આજે ફરીએ દિવસોને એ જાણે સાથે લાવી.
ભુતકાળ જાણે વર્તમાનમાં જીવાતો હોય તેવું લાગ્યુ,
રમકડાની એ કાર જયારે આંખો સમક્ષ આવી,
જોઈ રસોડાની એ સજાવટ,
યાદઆવી તે કીચન સેટની બનાવટ.
ફળીયું તો જાણે આજે બોલી રહ્યુ હતું,
મારી બાળપણની કાલી-ધેલી વાતો કહી રહ્યુ હતું,
હાસ્ય સાથે ફરી ના મળનાર,
એ બાળપણની યાદ આજ રડાવી ગઈ,
દફતરનો એ ભાર જયારે ઓફીસ બેગ ઉપાડી ગઈ.
