STORYMIRROR

Nirav Rajani "शाद"

Children Stories Drama

3  

Nirav Rajani "शाद"

Children Stories Drama

બાળપણ

બાળપણ

1 min
377

કેવું મજાનું આ બાળપણ સહેજ પણ ન હોય શાણપણ,

હોય પરીઓની વાતો ને હોય ભોળપણ.


રમતાં થાકીયેતો ખીર હોય તૈયારને એમાંજ લાગે ગળપણ,

ને ક્યારેક અવગણીયે માનો આદેશ તો હોય એનું બડપણ.


રમતાં-રમતાં માટીની મૂર્તિ બનાવી દેખાડીયે પૂજારીપણ,

તો ઘરડીદાદીના ખિજાવાના ચાળા પાડી દર્શાવીયે ઘડપણ.


ક્યારેક રેતીના ઊંચા ઢગલા પર ઘર બનાવી દેખાડીએ કડીયાપણ,

તો ક્યારેક કુમળા બાળકની જેમ રડી દેખાડીએ બાળપણ.


Rate this content
Log in