બાળપણ
બાળપણ
1 min
450
વહેલી સવારનો ઉજાસ
લઈ આવે તાજગી તરવરાટ,
પંખીઓનો કલશોર,
ઠંડી હવાઓનો સ્પર્શ,
ને સાથે આવી પહોંચે,
શાળાના પટાંગણમાં,
સતત અવિરત,
વહેતો ઊર્જાનો આ સ્ત્રોત,
અગણિત સવાલો,
ધીંગામસ્તી,
ને છલો છલ નિર્દોષ,
નિખાલસ સ્મિત સાથે,
આંખોનું ભોળપણ,
ચેહરા પર માસૂમિયત,
કાલી ઘેલી ભાષા,
થોડું નટખટ,
થોડું નિર્દોષ,
ખીલખીલાતું હાસ્ય,
મનમાં અઢળક સવાલો,
તોફાન મસ્તી,
સતત અવિરત,
વહેતું અખૂટ વ્હાલ,
ના કોઈ છલ,
ના કોઈ કપટ,
ફક્ત ને ફક્ત,
નિર્દોષ નિખાલસ,
કેવું વ્હાલું
આ ભોળપણ
ને વ્હાલું આ બાળપણ.
