બાળપણ મારું
બાળપણ મારું
1 min
294
નાની પગલીની આહટમાં ઘુમતું હતું બાળપણ મારું,
રમકડાનાં ઢગલામાં ખોવાયેલું હતું બાળપણ મારું,
ઝાંઝરના ઝણકારમાં ખનકતું હતું બાળપણ મારું,
જીવન પ્રવાહમાં અચાનક ખોવાઈ ગયું બાળપણ મારું,
હું તો હવે શોધવા નીકળી છું અલબેલું બાળપણ મારુ,
અહીં તહીં ખૂબ શોધ્યુ પણ તોય ન મળ્યું બાળપણ મારું,
વર્ષો નીકળી ગયા ને અચાનક જ મળ્યું બાળપણ મારું,
દાદી બનતા જ મને મળી ગયું મીઠડું બાળપણ મારું.
