બાજુવાળો છોકરો
બાજુવાળો છોકરો

1 min

11.7K
કેટલો નટખટ હતો,
હસતો હસાવતો, રમતો,
બાજુવાળો એ છોકરો.
આવ્યો એક દિવસ અચાનક,
વારંવાર બેહોશ થવા લાગ્યો,
બાજુવાળો એ છોકરો.
બ્લડ કેન્સર નીકળ્યું,
નિરાશ ન થયો તો પણ,
બાજુવાળો એ છોકરો.
આજ આવ્યું તેડું યમનું,
નીકળી ગયા પ્રાણ એના,
સાથે સાથે આખા મહોલ્લાના.