અવસ્થા આવી
અવસ્થા આવી
1 min
27.4K
દેહની કરચલીએ કીધું અવસ્થા આવી.
સાંભળવાનું થયું ધીમું અવસ્થા આવી.
રોશની ચક્ષુતણી લાગી જાણે કે ઘટવા,
શ્વેતકેશે સ્થાન લૈ લીધું અવસ્થા આવી.
હલબલ થતા દાંતે દીધી પીડાને વધારી,
કોળિયો મૂકી જ્યુસ પીધું અવસ્થા આવી.
નાના મોટા રોગ જાણે અડ્ડો જમાવી બેઠા ,
આરોગ્યને વિદારી દીધું અવસ્થા આવી.
કેન્દ્રનું સ્થાન ત્યજી હાંસિયામાં આવ્યા,
કર્તાહર્તા બની પુત્રવધૂ અવસ્થા આવી.
