ઔષધીય વનસ્પતિની વિશેષતાઓ
ઔષધીય વનસ્પતિની વિશેષતાઓ
શરીરને રાખવું હોય તંદુરસ્ત તો મારી માનો વાત
પશ્ચિમી ને ફાસ્ટફૂડ ખાવાને મારો તમે ભાઈ લાત
લીલી લીલી જેને લાગે શાકભાજી વ્હાલી વ્હાલી
એમના મુખમંડલ ઉપર હંમેશા છલકાય છે લાલી
જેને ખાવામાં ભાવે રોજ બીટ,મૂળા અને ગાજર
તેનાં શરીરમાં કાયમ રહે છે ભાઈ તંદુરસ્તી હાજર
જે રોજ રોજ ખાય છે ગલકા,તૂરિયા અને દૂધી
તેના શરીરમાં કાયમ માટે રહે છે લોહીની શુદ્ધિ
જે દરરોજ ખાય છે ટામેટા, કારેલા, કંકોડાને કાકડી
તેનું શરીર રહે નિરોગી ને તેની તબિયત રહે ફાંક
ડી
જેના આંગણે હોય તુલસીનો કયારો અને ગાય
એનાં આંગણામાં કે ઘરમાં કયારેય રોગ ના જાય
જે ખાય છે દરરોજ બર્ગર, પાઉં, ચાઈનીઝ ને પીઝા
તેમને એક દિવસ જરૂર મળે છે હોસ્પિટલનાં વીઝા
જે ખાય છે ગમેતેવી રોજ જયાં ત્યાં પાણી પકોડી
તેની એક દિવસ હાલત જરૂર ભાઈ થાય છે કફોડી
જે લોકો ખાય છે રોજ ફાસ્ટફૂડ, મેગી અને બર્ગર
તે લોકો જાણી જોઈને બરબાદીને લઈને આવે ઘર
કનક કહે દોસ્તો આવા ફાસ્ટફૂડનાં ના ખાશો ઝેર
આપણાં દેશી ઘરગથ્થુ ઉપચાર સાથે ના કરો વેર.