અસ્તિત્વ ઓગળી ગયું છે
અસ્તિત્વ ઓગળી ગયું છે
1 min
37
મોતને મુઠ્ઠીમાં રાખીને,
દીધો જન્મ જનેતાએ....!
પોતાનાથી વિશેષ પ્રેમ કર્યો
જેને,
એ સંતાને જ તરછોડ્યા
મા-બાપને....!
કારણ એની લાગણીનું
અસ્તિત્વ ઓગળી ગયું છે.
મિલકત ખાતર દુશ્મન બન્યા
આજ,
પોતાના જ ભાઈ-ભાઈ
સગા.....!
પાપાચાર વધી રહ્યો છે આજ,
તેથી કરી રહી આક્રંદ
ધરા.....!
કારણ માનવીમાં માનવતાનું
અસ્તિત્વ ઓગળી ગયું છે.
પાશ્ચાત્ય સંસ્કૃતિનો વાયરો
ફેલાયો છે,
સત્સંગની ગરિમા ખોરવાઈ
છે.....!
કોઈને શિખામણ ક્યાંથી
અપાય ?
અહમ રગેરગમાં છવાયો છે....!
કારણ માનવીમાં
સહનશીલતાનું અસ્તિત્વ
ઓગાળી ગયું છે.
