STORYMIRROR

purvi patel pk

Others

4  

purvi patel pk

Others

અષાઢી મેઘ

અષાઢી મેઘ

1 min
259

હે એ એ એ એ......

હેલો મારો સાંભળો ને, અષાઢીયો આવ્યો

બારે માસ ખાંગા ને, ચોતરા'દી જમ્યો..... મારો હેલો સાંભળો રે....

હે એ એ એ એ......


આવ રે વરસાદ ને, ઘેવરિયો પ્રસાદ

કરે છે અષાઢ જાણે ખેડૂતોને સાદ.... મારો હેલો સાંભળો રે.....

હે એ એ એ એ...


ચોતરા'દી ગોરંભાયો, અષાઢીયો કેવો

વસુધાનો વૈભવ જુઓ કેવો છે અને અનેરો..... મારો હેલો સાંભળો રે... 

હે એ એ એ એ....


વરસાદ આવે છે ને, નદીઓ છલકાય

લીલી ચુંદડી ઓઢીને, ખેતરો મલકાય..... મારો હેલો સાંભળો રે.... 

હે એ એ એ એ...


વર્ષારાણી આવી ને, વનરાજી લાવી

ખેડૂતોના ઘરમાં જુઓ, ખુશહાલી આવી.....મારો હેલો સાંભળો રે...

હે એ એ એ એ....


ધૂળની ડમરિયું ને, મેઘાનું છે તાંડવ

ખેતી કરવા જુઓ કેવા, ભેગા થાય બાંધવ.....મારો હેલો સાંભળો રે...

હે એ એ એ એ....


અષાઢી બીજ આવી, ને નવું વર્ષ લાવી

કૃષ્ણ, બલરામ, સુભદ્રા સંગે, રથયાત્રા ચાલી.... મારો હેલો સાંભળો રે...

હે એ એ એ એ...


ઘેલી થઈ છે રાધા, મારો ક્યારે આવે કા'ન

આસુંડાની ધારે એ તો, પોકારે છે શ્યામ... મારો હેલો સાંભળો રે....

હે જી રે મારો હેલો સાંભળો રે.


Rate this content
Log in