અરમાન અધૂરા રહી ગયા
અરમાન અધૂરા રહી ગયા
દિલની વાત અધૂરી રહી ગઈ
સ્વપ્નભરી રાત વહી ગઈ
ના મળ્યા છંદો ને અલંકારો
મારી ગઝલ અધૂરી રહી ગઈ
હૈયે છૂપાવીને રાખી હતી
એ વાત અધૂરી રહી ગઈ
થયાં અરમાનોના સો સો ટુકડા
આશાનો દીપ જાળવ્યો મે તો
તોય સપના અધૂરા રહી ગયા
આપી હતી મુકદરે એક મુદ્દત
પણ જોને એનો વાયદો અધૂરો રહી ગયો
વાદળી ધોધમાર વરસી ગઈ
તોયે જોને આં ધરા પ્યાસી રહી ગઈ
રાત વહી ગઈ ને શમણાં અધૂરા રહ્યા
તેલ ખૂટ્યું દીપકે અને આં જ્યોત અધૂરી રહી ગઈ
જિંદગી વહી ગઈ ને આ વાત અધૂરી રહી ગઈ
