અંધારી રાતે ચંદા
અંધારી રાતે ચંદા
1 min
352
સૂરજના અજવાળે તો,
ના કોઈ પૂછે હાલ તારા,
ઘોર અંધારી રાતે ચંદા,
આવે યાદ ચાંદની તારી,
પૂનમની એ પ્યારી રાતો,
કરી રહ્યા સૌ તારી વાતો,
અમાસની એ કાળી રાતે,
આવે યાદ ચાંદની તારી,
ચોરી છુપી એ મુલાકાતો,
પ્રેમ ભરી એ મીઠી વાતો,
જ્યારે આવે એ વરસાદો,
આવે યાદ ચાંદની તારી
ઋતુ જાય તું ના બદલે,
ના બદલે ચાંદની તારી,
ચંદન જેવી શીતળ ચંદા,
લાગે વ્હાલી ચાંદની તારી,
