અમે મળ્યાં
અમે મળ્યાં
1 min
256
બસની બારી પાસેથી શરુ થઈ અમારી સફર,
અને અમે મળ્યાં...
વાતો વાતોમાં બસ આવી ગઈ ખબર ન રહી,
અને અમે વિખુટા પડ્યાં...
પછી તો થયું નિયમિત મળતાં રહેવાનું,
અને અમે દોસ્ત બન્યાં...
આવ્યા એકબીજાનાં હાથમાં ફોન નંબર,
અને અમે ફોનમાં પડ્યાં...
હતી શબ્દોમાં લાગણી અને દિલમાં પ્રેમીઠી,
અને અમે હસ્યા...
બસની સફર બની જિંદગીની સફર,
અને અમે મળ્યાં...
પહેલાં ફોન પર મળતાં,
પછી ઓનલાઈન મળતાં,
હવે અમે બસ સ્ટેશને રૂબરૂ મળ્યાં...
હા, અમે આજથી જ બેસ્ટ ફ્રેન્ડ બન્યાં.
