અમારી પાસે છે
અમારી પાસે છે
1 min
229
દરિયો ડુંગર ને રણ અમારી પાસે છે,
સૂર્યાસ્ત કેરું શરણ અમારી પાસે છે,
એટલે બેઠા છીએ દેશની સરહદ પર
રક્ષા કરવાનું કારણ અમારી પાસે છેે,
હસતાં મુખે સહ્યી છે બધી આપદાને
સંકટો હરવા મારણ અમારી પાસે છે,
આંગણે મહેમાનને ભગવાન બનાવતું
સત્કારવાળું તોરણ અમારી પાસે છે,
સૂકી ધરતી પર માણસો છે લીલાછમ
'ભાવુુુક' હૈયાનું ચલણ અમારી પાસે છે.
