અમારે...!
અમારે...!
1 min
13.1K
લઈને આશ્વાસન જીવન જીવવાનું અમારે.
વૈખરી સામે પરાવાણી ઉચ્ચારવાનું અમારે.
નથી વ્યવસ્થા અહીં પલટવાને પરિસ્થિતિ,
ધોરણ તાલમેલનું કદી આવકારવાનું અમારે.
સારા- નરસા જેવા દ્વંદ્વ મનગતિ અવરોધતા,
ના પ્રતિચાર, તાટસ્થ્યને કેળવવાનું અમારે.
થઈ જતું અનાવૃત સત્ય સમય વીતતાં વળી,
હળાહળ સન્મુખ દેખીને મૌન ધરવાનું અમારે.
હશે ઉકેલ સર્વ સમસ્યાઓનો સમય આખરે,
કરીને ચાતકી પ્રતિક્ષા દિવસો ગુજારવાનું અમારે.
સમય વીતતાંને વર્તમાન અતીતમાં ધરબાતો,
ઉજ્જવળ ભાવિ વિચારીને હરખવાનું અમારે.
