STORYMIRROR

nidhi nihan

Others

4  

nidhi nihan

Others

અલગારી યાદ

અલગારી યાદ

1 min
334

શુ કરતા હશુ જ્યારે આપણે ઘરડા હશુ ?

તે પુછેલુ મને, તને યાદ છે એ વાતનુ ટાણુ.


લગાવીને નંબરના ચશ્માં હુ પુસ્તક વાચીશ,

તુ ભાગોળે બેસી વાતોની મહેફીલ માણીશ.


કેવો સદીઓના સહકારનો સમયારો સેવ્યો,

તારા મુખ પર હાસ્ય જોઈ મે સીમાડો ભેદ્યો.


વહ્યો કે વાયુ વેગે એકમેકના સંગાથનો રસ્તો,

માત્ર પરિચયથી પ્રણય મઝલીશે જૈ અટક્યો.


ના કોઈજ ટકરાવ ના કોઈ સંઘર્ષ ઝાળ દેખા ,

તો પછી કૈ આટલા અબોલા શા કારણે ખમાય.


સંપૂર્ણ વાંક મારો ધારીલે તુ થોડુ મોટુ મન રાખીલે,

થોડુ સમય ચક્ર ફેરવીને બાકડાની યાદો સ્મરણીલે.


અનન્ય માનવીમા નસીબે અમુક મનમેળ મળે છે,

ઋણાનુબંધોના લેખા જોખા એજ સંગ ફળે છે.


હજુ લગ આતમ સ્વર કેમ સાંભળી નથી શકતો ,

જીવની સાંજ ઢળી જશે આમ જીદગી ના વેડફતો.


Rate this content
Log in