અજનબી
અજનબી
1 min
7.0K
ફર્યું ચક્ર કર્મનું, થયા સૌ અજનબી આજ.
હતા જે માહરા,થયા સૌ અજનબી આજ.
હાથ,પગ, હૈયું, બાળ્યું સદા જેને કાજ,
જાણ્યા'તા મારા, થયા સૌ અજનબી આજ.
હતી લોહીની સગાઈ, ન રહી આંખની હવે,
વારસા કાજે, થયા સૌ અજનબી આજ.
હાંક્યા સૌને એક લાઠી, ન રાખ્યો વેરો વંચો,
કોણ મારી લાઠી? થયા સૌ અજનબી આજ.
દઈ હાથ કર્યા'તા બેઠા, એ થયા ઉભા આજ.
મારી મને જ લાત, થયા સૌ અજનબી આજ.