અધુરી જીંદગી તારા વિના
અધુરી જીંદગી તારા વિના
1 min
238
આજ લાગે અધુરી જીંદગી તારા વિના,
જીવવુ તો કેમ કરીને જીવવુ તારા વિના,
લાગે અધુરી રાધા એ શ્યામ વિના,
બંસરી ના સુર અધુરા એ શ્યામ વિના,
નથી ભળી શકતી એકલી તારા વિના,
સરીતા છે અધુરી સાગરના મિલન વિના,
નથી પડતી તાળી બે હાથ વિના,
થતા નથી અબોલા એમકાઇ વાંક વિના,
અધુરી છે સ્ત્રી એના સથવારા વિના,
સોહાગણ નથી હોતી કોઇ સિંદુર વિના,
સંસાર નથી ચાલતો સમર્પણ વિના,
પૈડા નથી ફરતા એમ કાંઇ સમજ વિના,
કેહવુ તોય હવે કોને કહુ હું તારા વિના,
આદત છે નીતા ને, નથી ચાલતુ હવે તારા વિના
